એક વખત સ્વામીશ્રી સાંકરી મંદિરે સવારે અલ્પાહાર લેતા હતા. સાથે મુંબઈના કોઠારી સ્વામી પણ નાસ્તો કરતા હતા. નાસ્તામાં ઢેબરાં ને બીજી વસ્તુ ભેગી કરીને જમતા કોઠારી સ્વામી કહે, 'ઢેબરાં કડવાં છે.' મોઢું સાફ કર્યા પછી પણ કોઠારી સ્વામીની ફરિયાદ રહી : 'મોઢામાંથી કડવાશ જતી નથી.' પણ સ્વામીશ્રી તો બોલ્યા વગર જમી ગયા.
મહેસાણામાં જન્મ જયંતી મહોત્સવ વખતે એક સવારે સ્વામીશ્રી તથા મહંત સ્વામી નાસ્તો કરી રહ્યા હતા. મહંત સ્વામીને કાકડી પીરસવામાં આવી. એક ફોડવું ખાઈને એમણે કહ્યું : 'કાકડી બહુ કડવી છે.'
સેવકે સ્વામીશ્રીને પૂછ્યું : 'કડવું લાગે છે ?'
સ્વામીશ્રીએ જવાબ આપ્યો : 'હા.'
'તો કેમ કંઈ બોલતા નથી ?'
સ્વામીશ્રી નિરુત્તર જ રહ્યા.