૧૯૮૪માં સ્વામીશ્રી જાપાનના કોબે શહેરમાં વિરાજમાન હતા. સેવક સંતોએ શીરો બનાવી ઠાકોરજીનો થાળ કર્યો. સ્વામીશ્રીને ભોજન વખતે થોડો પીરસ્યો. સ્વામીશ્રી જમ્યા. સેવકને થયું કે સ્વામીશ્રીને શીરો ભાવ્યો લાગે છે. તેમણે આગ્રહ કરીને બીજી વખત પીરસ્યો. સ્વામીશ્રીએ જમી લીધો. સ્વામીશ્રીએ બે વખત શીરો લીધો એટલે આનંદ સાથે સેવક જમવા બેઠા. સૌ પ્રથમ શીરાનો જ કોળિયો મોંમાં મૂક્યો. સેવકનો હર્ષ ખેદમાં પરિણમ્યો. ભૂલમાં શીરામાં ખાંડને બદલે મીઠું નંખાઈ ગયું હતું! સ્વામીએ કાઈ ફરિયાદ પણ ન કરી.