Friday, May 21, 2010

ભોજનનો રસ જ નહીં






બહેરીનમાં સ્વામીશ્રી જમી રહ્યા બાદ સેવક સંતો જમવા બેઠા ત્યારે ખબર પડી કે શાકમાં મીઠું જ નથી.
સાંજે સેવકોએ સ્વામીશ્રીને કહ્યું : 'બપોરે શાકમાં મીઠું નહોતું તો કેમ વાત ન કરી ?'
સ્વામીશ્રી સ્મિત સાથે બોલ્યા : 'તમે ખાધું એટલે ખબર પડી ને ? ઠાકોરજીના થાળમાં જે આવે તે જમી લેવાનું. એમાં બોલવાનું શું હોય ?'
આ બધી વિગતોનો સાર એ કે સ્વામીશ્રીને ભોજનની વાનગીઓમાં કોઈ રસ નથી અને ભોજનના રસ વિષે કોઈ ફરિયાદ નથી. ઠાકોરજીને જે પીરસ્યું અને જે જમ્યા એમાં આપણે કંઈ કહેવાનું ન હોય, કશી ફરિયાદ ન હોય.